GSEB NCERT ED-GOG GSERT ME-GOI Journal
Home About Us Management Achievements Magazines Gallery Contact Us
Announcements Keep an eye over here...
22-Sep-24
Testing
Event uploaded for the purpose of testing.
22-Sep-24
Testing
Event uploaded for the purpose of testing.
22-Sep-24
Testing From Mobile
This Event is Uploaded for Testing Puepose Only
30-06-2024
વાલી મિટિંગ દરમિયાન શાળામાં સાઈક્લરો દ્વારા વિદ્યાર્થીઓને તેમજ વાલીશ્રીઓને મહેનતુ અને સાહસિક બનવા પ્રેરિત કર્યા હતા.
તારીખ 30 જુનના રોજ શાળામાં વાલી મિટિંગનું આયોજન કરેલું હતું. જેમાં ધોરણ 10, 12 અને 11 સાયન્સના વિદ્યાર્થીઓ માટે મિટિંગ રાખેલી હતી. આ વાલી મિટિંગમાં શ્રીરામ સ્વિમિંગ ક્લબ પોરબંદરના ફાઉંડર એવા શ્રીહર્ષિતભાઈ રુઘાણી તથા તેમની ટીમના 20 જેટલા સદસ્યો પોરબંદરથી 50 કિલોમીટર સાઈકલિંગ કરીને ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જેમના દ્વારા તપોવનમાં વૃક્ષારોપણ કરી પુરુષાર્થ ખાતે પહોંચી વિદ્યાર્થીઓને તેમજ વાલીશ્રીઓને મહેનતુ અને સાહસિક બનવા પ્રેરિત કર્યા હતા.
13-06-2024
યજ્ઞ દ્વારા નવા સત્રની શરૂઆત કરવામાં આવી હતી.
પુરુષાર્થ વિદ્યાનિકેતનમાં દર વર્ષે નવા સત્રની શરૂઆત યજ્ઞ દ્વારા જ કરવામાં આવે છે. આ વર્ષે પણ બાળકોના આગમન બાદ યજ્ઞ કરવામાં આવ્યો હતો. યજ્ઞમાં તમામ શિક્ષકગણ તથા તમામ વિદ્યાર્થીઓ જોડાયા હતા તથા મા સરસ્વતીની આરાધના કરવામાં આવી હતી.
05-06-2024
ચિલ્ડ્રન યુનિવર્સિટી ગાંધીનગરના પ્રો. પવાર સાહેબ દ્વારા વિદ્યાર્થિઓની અંદર રહેલ શક્તિઓને વિકસાવવા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
પુરુષાર્થ વિદ્યાનિકેતનમાં કોઈને કોઈ શિક્ષણવિદ આવતા જ હોય છે. વર્ષની શરૂઆતમાં જ ચિલ્ડ્રન યુનિવર્સિટી ગાંધીનગરથી પવાર સાહેબે શાળા પરિસરની મુલાકાત લીધી હતી. પવાર સાહેબ શિક્ષણ ક્ષેત્રે ખૂબ નામના ધરાવે છે. તેમણે પોતાના અનુભવો દ્વારા બાળકો સાથે કેવી રીતે વર્તવુ જોઇએ તેની ટકોર કરી હતી. વિદ્યાર્થિઓની અંદર રહેલ શક્તિઓને કેવી રીતે વિકસાવવી તે બાબતે માહિતગાર કર્યા હતા.
21/06/2024
વિશ્વ યોગ દિવસની તાલુકા તેમજ નગરપાલિકા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી.
21 જૂન એ વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવાય છે. અમારી શાળા શ્રી પુરુષાર્થ વિદ્યાનિકેતનમાં 21 જૂન ના રોજ દર વર્ષે યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. જેમાં આ વર્ષે તાલુકા અને નગરપાલિકા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ભાણવડ તાલુકાના મામલતદાર સાહેબશ્રી, આંગણવાડી કાર્યકર મિત્રો, ભાજપ યુવા પ્રમુખના સભ્યશ્રીઓ, પુરુષાર્થના તમામ સ્ટાફ તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
22/06/2024
ભાણવડ તાલુકા પોલીસ દ્વારા સાયબર ક્રાઇમ અવરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
અમારી શાળા શ્રી પુરુષાર્થ વિદ્યાનિકેતનમાં તારીખ 22 જુનના રોજ ભાણવડ તાલુકાના પોલીસ સ્ટેશનમાંથી સાયબર ક્રાઇમ અવરનેસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ઉપસ્થિત એવા ભાણવડ તાલુકાના પી.એસ.આઇ.શ્રી સવસેટા સાહેબ,અશોકભાઈ, વિજયાબેન અને ગીરીશભાઈ દ્વારા સાઈબર ક્રાઈમ કેવી રીતે થાય છે તેમજ તેનાથી કેવી રીતે બચી શકાય તેના વિશે બાળકોને જાગૃત કરવામાં આવ્યા હતા. જેમાં હાલમાં આવેલા નવા કાયદાઓ, SHE ટીમની વગેરે બાબત પર માહિતી આપવામાં આવી હતી.અંતે પોલિસ વિભાગ દ્વારા તમામ વિદ્યાર્થીઓનું મીઠું મોઢું કરાવી કાર્યક્રમની પૂર્ણાહુતી કરવામાં આવી હતી.